બગદાણા નામ સાંભળાતા જ આપણા મુખમાં એક જ નામ આવે ‘બાપા સીતારામ’. ભારતભરમાંથી ભક્તો બગદાણા આવીને ‘બાપા સીતારામ’ના ચરણોમાં શીશ નમાવે છે. ભાવનગરથી 85 કિ.મી.ના અંતરે આવેલા સુપ્રસિદ્ધ તીર્થસ્થાન બગદાણા ખાતે પૂ. બજરંગદાસ બાપાનું મંદિર યાત્રાધામ (Bagdana Bapa Sitaram Mandir) બન્યું છે. અહીં વર્ષભર શ્રદ્ધાળુઓનો જમેલો રહે છે. પ્રાત:કાળે ગુરુપૂજન અને દિવસભર શ્રધ્ધાળુઓની ભીડ રહે છે. અહીં યાત્રિકો માટે ચોવીસ કલાક ભોજન વ્યવસ્થા છે. બજરંગદાસ બાપાની ચાંદીની પ્રતિમા અને આશ્રમ પરિસરમાં શિવાલય દર્શનીય છે.
Also Read : Best Places To Visit In Bhavnagar (Timing, Fees, Location) https://www.yourvacationtrip.com/best-places-to-visit-in-bhavnagar-timing/
Bagdana Bapa Sitaram
About Bapa Sitaram Mandir, Bagdana :
- Location: Near Mahuva Bhavnagar in Bagdana
- Built in: 9thJanuary, 1977
- Built By: Bapa Bajarangdas Bapa
- Dedicated to: Shri Bapa Bajarang das bapa
- Entry: Free
- Photography: Not Allow
- Temple Timing: 24 hour Open
- Significance: One of the 24 hour Open temple
- Visiting Timing: 30 Mins
- Best time to Visit: All time
- Nearest Railway Station: Bhavnagar
- Nearest Air Port: Bhavnagar
- Nearby cities: Palitana, Sihor, Bhavnagar
બગદાણા ઘણા લોકો માટે શ્રદ્ધા અને વિશ્વાસની જગ્યા છે. મોટું નગર હોય કે નાનું ગામ પણ બાપા સીતારામની મઢુલી તો બધે અચૂક જોવા મળે છે. લગભગ 100 વર્ષ પહેલાં બાપા બજરંગ દાસનો જન્મ ઝાંઝરીયા હનુમાનની જગ્યામાં થયો હતો. આ ગામ બજરંગદાસ બાપાનું બગદાણા પણ કહેવાય છે. આ ગામ પાસે બગડાલવ ઋષિનો બગડાલવ નામનો કુંડ છે. અહીં બગડ નદી વહે છે. જ્યાં ત્રિવેણી સંગમ થાય છે. તેની પાસે બગડેશ્વર મહાદેવ નામે સુંદર શિવાલય પણ આવેલું છે.
કુદરતી સૌંદર્યથી ભરપુર બગદાણા ગામમાં બજરંગદાસબાપાનો સુંદર આશ્રમ આવેલ છે. પહેલાં આ સ્થળે બજરંગદાસ બાપાની ઝુંપડી આવેલી હતી. અત્યારે એ જ સ્થળે મોટો આશ્રમ આવેલો છે. જે ગુરૂ આશ્રમ તરીકે જગવિખ્યાત છે. બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું જે આજે પણ ચાલુ જ છે. આ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ, જે પોષ વદ 4નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ 15 એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આમ તો ગમે ત્યારે દર્શનાર્થીઓ અહીં આવે છે. પરંતુ આ બે દિવસે અહીં દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે. આ દિવસે મોટા મેળાનું આયોજન થાય છે અને લાખો ભક્તો આવે છે. અહીં આશ્રમનો વહીવટ ટ્રસ્ટ દ્વારા થાય છે.
Bagadana Bapa Sitaram Mandir Timings :
- There are no specific timings. You may visit the temple any time you want.
- General timings are 04:00 AM to 11:00 PM
FAQ :
is Prasad available at Bagdana Bapa Sitaram Mandir?
Free prasad and food available in the temple premises.
Is Phone allowed inside the temple?
Yes phone is allowed in Temple premises
Is there accommodation available for visitors?
Yes, Bagdana Dham provides accommodation facilities for visitors, including devotees who wish to stay for an extended period during their pilgrimage.